Wednesday, October 24, 2012

આરંભ






આજે વિજયાદશમી – ધર્મચક પ્રવર્તન દિને ગુજરાતી ભાષામાં મરાઠી દલિત કવિતાના અનુવાદ બ્લોગ પર મૂકતાં હર્ષ અનુભવું છું. આ કામમાં મને મારા યુવાસાથીઓની ભાષાકીય સહાય મળી રહી છે એટલે જ આ બ્લોગ શક્ય બન્યો છે.
ભારતીય દલિત સાહિત્યનો પ્રારંભ મરાઠી ભાષાથી જ થયો છે.આ ઐતિહાસિક ઘટના પછી લગભગ તમામ ભાષાઓમાં  દલિત સાહિત્યનું ખેડાણ થતું રહ્યું છે.અહીં આપવામાં આવેલા અનુવાદો મુખ્યત્વે બે પ્રતિનિધિ સંચય - વિદ્રોહી કવિતા( સંપાદક :કેશવ મેશ્રામ) અને મરાઠી દલિત કવિતા (સંપાદક બી.રંગરાવ)માં સમાવેશ પામેલ કવિતાઓના છે.
તમારા પ્રતિભાવોનું સ્વાગત છે. ગુજરાતી જાણતા મરાઠી વાચકોનાં સૂચનો આવકાર્ય છે.