Tuesday, March 10, 2015

નફીસા: લોકનાથ યશવન્ત






















નફીસા, સારૂં થયુંકે તું આ રમખાણગ્રસ્ત શહેર છોડી જાય છે.
નહીં તો મંદિરોના આ શહેરમાં તારું જીવવું દોહ્યલું હતું.
ઇચ્છું તો પણ હું તારી સાથે આવી નથી શકતો.
એ જ પુરાણી કહાણી, મુનીમ લૂંટે શેઠને.
નવા શહેરમાં રસ્તો ભૂલી જાય તો પણ ડરતી નહીં.
નાના નાના રસ્તા છેવટે તો મળી જાય છે મોટા રસ્તાને.
ફિલસૂફી તો ફકત બતાવવાની જ હોય છે , એની પર વિશ્વાસ ના કરતી.
છેવટે તો લોકો પોતપોતાની રીતે જ જીવે છે લોક.
તારા સુડોળ દેહ આગળ સૌ કોઇ ઝૂકી જવાનું.
બચતી રહેજે, બધા દુનિયામાં એક સરખા જ હોય છે.
નવા શહેરની સરહદે ઉભા રહીને શું વિચારવું?
દૂર, મસ્જિદની ઉંચી, લાંબી બાંગ સાંભળે ત્યારે પગ ઉપાડજે ચાલી જવા.
ખબર છે મને કે તારે ચાલતા જ રહેવું પડશે.
થાકી જાય તો બોધિવ્રુક્ષની ઘટાદાર છાયામાં બેધડક બેસજે.
નફીસા, આ પથ્થરોના શહેરમાં થોડો રોકાઇ જઇશ.
મારી કોશીશ છે કે મૂગાં જીવતરને વાચા આપું.
સાંભળ, ત્યાં હળીમળી ન જતી લોકો સાથે
 નહીં તો તારો અંજામ આ શહેર જેવો જ આવવાનો.



જન્મ: 13 માર્ચ 1956.
શિક્ષણ:પ્રી.યુનિવર્સીટી. સુધી.
કવિતાસંગ્રહો: આતા હો ઊન જાઊ ધ્યા! અને  - આણિ શેવટી કાય ઝાલે?
મંસૂર એજાજ જોશની કવિતાનો મરાઠી અનુવાદ, જેરબંદ,
પુરસ્કાર:
મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ સાહિત માટે રાજ્ય પુરસ્કાર, અસ્મિતાદર્શ વાંગ્મય પુરસ્કાર, દમાણી સાહિત્ય પુરસ્કાર/ મુક્તિબોધ કવિતા પુરસ્કાર/ ડો.બાબાસાહેબ આંબેડ્કર શતાબ્દી પુરસ્કાર
અનુવાદ: હિન્દી, અંગ્રેજી અને ઊર્દૂમાં.
કાવ્યસંગ્રહો વિવિધ યુનિવર્સિટીઓમાં એમ.એ.ના અભ્યાસક્રમમાં.
શાળાકોલેજોમાં અનેક કવિતાઓ ભણાવાય છે.
લોકનાથ યશવંતની કવિતા પર અનેક સંશોધન નિબંધ.
સંપર્ક: સત્યમ, વિશ્વકર્મા નગર, નાગપુર. 440027 મહારાષ્ટ્ર

સભા:લોકનાથ યશવન્ત





કહે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે.
જો એ સાચું હોય તો શાણપણ શા કામનું?
માણસોની વસતી છે દરિયાના તળિયે,
કેવાં કેવાં સુંદર સપનાં સજાવે છે આંખો?
કેવી સીધીસાદીવાતો છે પણ તોય સમજાતી ના,
બરબાદ કરી દઇએ છીએ ખાલીપીલી મજાનાં જીવતર.
તાળું મારી ચાવી મૂકીએ છીએ બારસાખ પર
જૂની પુરાણી ટેવો આવી, ચાલો ભૂલી જઇએ.
એનાથી વધારે શરમની વાત ભલા શું હોઇ શકે?
સળગુંસળગું સરઘસ જ્યારે લોકસભા થઇ જાય.
લાંબું જોતી પાછી ફરતી કેમ કહો પ્રગતીશીલ નજર?
પ્રગતીશીલ પડે છે પાછા, કર્મશીલ હોવામાં  કાચા.

શસ્ત્રકવિતા: લોકનાથ યશવંત




નિશાન બરાબર લાગે તો પણ સરવાળે મીંડું.
સમય સાથે શસ્ત્ર પણ બદલવાં જોઇએ.
ક્મરે બાંધેલી ગોળીઓ પણ ચકાસી લઇએ, બંદૂક સાથેસાથે.
નહીં તો શિકાર સામે હોય અને ખાલી ટ્રીગરનો અવાજ.
મને ખબર છે મ્યાનમાંથી તલવાર કેવીરીતે કાઢવી તે.
જો  આવડે  નહીં તો, ખુદ કપાઇ જઇએ.
ધીરેધીરે જ સાફ કરીએ, જૂનાં છે તો શું થયું?
હથિયાર છે આખરે તો, વપરાયાં નથી તો શું થયું?
શઠ લોકો ઉસ્તાદ હોય છે વાળથી ગળું કાપવામાં.
અચરજ ઓ ગુરૂજી, તમે આ ના શિખવ્યું!
રસ્તાના પથ્થરોને પણ હથિયાર બનતાં જોયા.
જ્યારે ચુપકિદી ચીડાઇને રસ્તા ઉપર આવી ગઇ.
ચાકૂ પણ રાખીએ ભરી બંદૂક્ની સાથે.
બંદૂક પણ બધે કામ લાગતી નથી.

ઢંઢેરો ; લોકનાથ યશવન્ત





એ ઝૂંપડીઓ તોડતા રહ્યા,
આપણે બનાવતા રહ્યા.
તોડવું એમનો શોખ,
બનાવવું આપણું કામ.
અમે એક્વાર તમારા મહેલો કડડભૂસ કરી દીધા

તો તમે એનો ઢંઢેરો જ પીટ્યા કરશો?