હું સ્ટેજ પર ગયો જ નથી.
ને કોઈએ મને બોલાવ્યો પણ નથી
આંગળીને ઇશારે એ મને મારી પાયરી બતાવી દે છે
હું ત્યાં જ બેસું છું તો મને શાબાશી મળે
છે
ને એ સ્ટેજ પર ઊભા રહીને મારાં દુઃખ સંભળાવે છે
મારાં દુઃખ મારા સુધી સીમિત રહ્યાં,
ક્યારેય એ એમનાં ન થયા
મારી શંકા, મારી ઘુસપુસ એ કાન સરવા કરીને
સાંભળે છે
ને શ્વાસ લઈને મારો જ કાન પકડીને ધમકી
આપે છે
‘માફી માગ, નહીંતર..’.
વાહરુ સોનવણે (જન્મ ૧૯૫૦)
આદિવાસી કર્મશીલ અને કવિ. શહાદા મહારાષ્ટ્ર ખાતે શ્રમિક સંઘટના સાથે સંકળાયેલા છે આદિવાસી આંદોલનો સાથે જોડાયેલા છે. ‘ગોધડ; એમનો પ્રથમ કવિતા સંગ્રહ જેમાં ૩૮ મરાઠી અને ૧૬ ભીલોરી બોલીની કવિતાઓ છે. બીજો કાવ્ય સંગ્રહ રોડાલી તાજેતરમાં પ્રકાશિત.એમની કવિતા વ્યંગ્યાત્મક , આદિવાસી શબ્દો અને રૂઢીપ્રયોગો સભર હોય છે.
તાજેતરમાં જીવનગૌરવ સન્માન , આદિવાર્તા વિશેષ અંક વાહરુ સોનવણે પર.
અખિલ ભારતીય આદિવાસી લેખક મંડળના સેક્રેટરી.