Sunday, August 2, 2020

ગીત : ભીમસેન દેઠે

માથે પથ્થર ઉંચકતા

મૂછના ગુચ્છને આમળતો

મુકાદમ બોલ્યો-

કિસનીયા થવા દે

એક ફક્કડ લાવણી.-

છુંદણા છુંદાવેલ ગળે

મારો બાપ ગાય છે ગીત

એમાં આવે છે ચંદ્ર, સૂર્ય, ફૂલો

સાગરનાં મોજાં.

ઈશ્કના કેફમાં મદહોશ  

મસ્ત છોકરી .

પરસેવે રેબઝેબ હાથ

તાળીઓ પાડે છે , વાહવાહ કરે છે.

ગદગદ મારો બાપ

ઘરે પાછો ફરતો  મારો બાપ

રોટલાના ગીત  માટે  વલખાં મારે  છે  

એ ગીત  એને  ગાતાં કદી આવડ્યું નહિ.