એમના અમાનવીય અત્યાચારોએ
કોતરી કાઢી છે ગુફાઓ
મારા હૃદયના ખડક પર .
મારે આ જંગલ થાકેલા પગે ખૂંદવું પડશે.
નજર ખોડી રાખવી પડશે બદલાતા સમય પર .
હવે ઉપરતળે થઇ રહ્યું છે બધું.
વિદ્રોહ ભડકી રહ્યા છે અહીંતહીં.
આટલા વરસ હું ચૂપ રહી છું સાચુંખોટું સાંભળતી.
પરંતુ હવે મારે માનવાધિકારની જ્વાળાઓને હવા દેવી પડશે .
આપણે અહીં કેવીરીતે આવી પહોંચ્યા
જે ભૂમિ ક્યારેય ન થઇ આપણી માતૃભૂમિ
જેણે આપણને આપી નથી જિંદગી
કૂતરાં-બિલાડાંની પણ.
હું એમનાં અક્ષમ્ય પાપોની સાક્ષીએ થઇ જાઉં છું
અબઘડી વિદ્રોહી.