Tuesday, March 10, 2015

ઘોડા: લોકનાથ યશવન્ત




મને કાયમ એમ લાગ્યા કરે છે કે
મારા શાંત દેહમાં તેજીલા તોખાર દોડ્યા કરે છે દડબડ દડબડ.
કાલે આખો દિવસ બૂમો પાડી રહ્યોતો એ છોકરો
શી ખબર કેમ સાંજે ચૂપ થઇ ગયો?
આવીઆવી કેવીકેવી કહાણી કહે છે કેવાંકેવાં લોક?
બોલ્યું ના હોય કોઇ, એ પણ માંડીને સંભળાવે!
કંઇ સાફ હું કળી શકતો નથી પરંતુ
કશુંક માઠું થવાનું છે એના જ ભણકારા.
ઘોડાની નજર સાફ, વધુ સાફ થવાની,
બાંધે છે જ્યારે કોઇ એની આંખે ડાબલા.
મને એ વાત હજી હમણાં જ સમજાઇ.

No comments:

Post a Comment