Tuesday, March 10, 2015

શસ્ત્રકવિતા: લોકનાથ યશવંત




નિશાન બરાબર લાગે તો પણ સરવાળે મીંડું.
સમય સાથે શસ્ત્ર પણ બદલવાં જોઇએ.
ક્મરે બાંધેલી ગોળીઓ પણ ચકાસી લઇએ, બંદૂક સાથેસાથે.
નહીં તો શિકાર સામે હોય અને ખાલી ટ્રીગરનો અવાજ.
મને ખબર છે મ્યાનમાંથી તલવાર કેવીરીતે કાઢવી તે.
જો  આવડે  નહીં તો, ખુદ કપાઇ જઇએ.
ધીરેધીરે જ સાફ કરીએ, જૂનાં છે તો શું થયું?
હથિયાર છે આખરે તો, વપરાયાં નથી તો શું થયું?
શઠ લોકો ઉસ્તાદ હોય છે વાળથી ગળું કાપવામાં.
અચરજ ઓ ગુરૂજી, તમે આ ના શિખવ્યું!
રસ્તાના પથ્થરોને પણ હથિયાર બનતાં જોયા.
જ્યારે ચુપકિદી ચીડાઇને રસ્તા ઉપર આવી ગઇ.
ચાકૂ પણ રાખીએ ભરી બંદૂક્ની સાથે.
બંદૂક પણ બધે કામ લાગતી નથી.

No comments:

Post a Comment