નફીસા, સારૂં થયુંકે તું આ રમખાણગ્રસ્ત શહેર છોડી જાય છે.
નહીં તો મંદિરોના આ શહેરમાં તારું જીવવું દોહ્યલું હતું.
ઇચ્છું તો પણ હું તારી સાથે આવી નથી શકતો.
એ જ પુરાણી કહાણી, મુનીમ લૂંટે શેઠને.
નવા શહેરમાં રસ્તો ભૂલી જાય તો પણ ડરતી નહીં.
નાના નાના રસ્તા છેવટે તો મળી જાય છે મોટા રસ્તાને.
ફિલસૂફી તો ફકત બતાવવાની જ હોય છે , એની પર વિશ્વાસ ના
કરતી.
છેવટે તો લોકો પોતપોતાની રીતે જ જીવે છે લોક.
તારા સુડોળ દેહ આગળ સૌ કોઇ ઝૂકી જવાનું.
બચતી રહેજે, બધા દુનિયામાં એક સરખા જ હોય છે.
નવા શહેરની સરહદે ઉભા રહીને શું વિચારવું?
દૂર, મસ્જિદની ઉંચી, લાંબી બાંગ સાંભળે ત્યારે પગ ઉપાડજે
ચાલી જવા.
ખબર છે મને કે તારે ચાલતા જ રહેવું પડશે.
થાકી જાય તો બોધિવ્રુક્ષની ઘટાદાર છાયામાં બેધડક બેસજે.
નફીસા, આ પથ્થરોના શહેરમાં થોડો રોકાઇ જઇશ.
મારી કોશીશ છે કે મૂગાં જીવતરને વાચા આપું.
નહીં તો તારો અંજામ આ શહેર જેવો જ આવવાનો.
જન્મ: 13 માર્ચ 1956.
શિક્ષણ:પ્રી.યુનિવર્સીટી.
સુધી.
કવિતાસંગ્રહો: આતા હો ઊન જાઊ
ધ્યા! અને - આણિ શેવટી કાય ઝાલે?
મંસૂર એજાજ જોશની કવિતાનો મરાઠી અનુવાદ, જેરબંદ,
પુરસ્કાર:
મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ સાહિત માટે રાજ્ય પુરસ્કાર,
અસ્મિતાદર્શ વાંગ્મય પુરસ્કાર, દમાણી સાહિત્ય પુરસ્કાર/ મુક્તિબોધ કવિતા પુરસ્કાર/
ડો.બાબાસાહેબ આંબેડ્કર શતાબ્દી પુરસ્કાર
અનુવાદ: હિન્દી, અંગ્રેજી
અને ઊર્દૂમાં.
કાવ્યસંગ્રહો વિવિધ યુનિવર્સિટીઓમાં એમ.એ.ના અભ્યાસક્રમમાં.
શાળાકોલેજોમાં અનેક કવિતાઓ ભણાવાય છે.
લોકનાથ યશવંતની કવિતા પર અનેક સંશોધન નિબંધ.
સંપર્ક: ‘સત્યમ’, વિશ્વકર્મા નગર, નાગપુર. 440027
મહારાષ્ટ્ર