જે કર્યું તે કર્યું, બહુ થયું.
ચેતતા રહેજો હવે અમારાથી.
તમારા મકાનનો પાયો અમે જ નાખ્યો છે.
એ અમારૂં કહ્યું કરે છે.
સમયને પારખો, એ કાયમ કોઇનો નથી રહેતો.
સખણા રહેજો, નહીં તો જોવા જેવી થાશે.
તમારા મકાનનો પાયો અમે જ નાખ્યો છે.
અમે એને ગમે ત્યારે હચમચાવી શકીએ છીએ.
No comments:
Post a Comment