જતાંજતાં એક્વાર પાછું વળીને જોયું હોત તો.
વસ્તી સળગી રહી હતી અને અમે ચૂપ.
આજકાલમાં એ બદલવાનું જ હતું,
ગામમાં વિદ્રોહનો અવાજ ગુંજવાનો જ હતો.
પંખી માળાની સાથે બચ્ચાં પણ છોડી જાય છે
જ્યારે કોઇ સાપ એ ઝાડ પર ચડી જાય છે.
માણસે આવું કદી કરવું નહીં.
વસ્તી સળગી રહી હોય ત્યારે ભાગવું નહીં.
No comments:
Post a Comment