એક દિવસ મેં
માદર-દ ભગવાનને ગાળ ભાંડી.
એ બસ બેશરમ હસવા
લાગ્યો.
મારો પડોશી
સરસ્વતિપુત્ર બ્રાહ્મણને આઘાત લાગ્યો.
‘તું આવી આવી
વાતો અવર્ણનીય
નિર્ગુણ,નિરાકાર
માટે કેવીરીતે કહી શકે?
શબ્દના ગાળીયામાં
એના ધર્મને ફસાવવાની કોશિશ કરવા માટે
જરા લાજ !’
મેં બીજી એક સણસણતી
ચોપડાવી.
યુનિવર્સીટીનું
મકાન કંપી ઊઠ્યું
ને કમર લગી
ખૂંપી ગયું જમીનમાં
બધા વિદ્વાનો
એકદમ કરવા માંડ્યા સંશોધન
કે લોકોને ગુસ્સો કેમ આવે છે?
અગરબત્તીથી
સુગંધિત એમના વિશાળ ઓરડાઓમાં
એ બેસે છે ભરપેટ
ખાઈને
ને ચર્ચા કરે છે.
મારા જનમદિવસે
મેં ભગવાનને ગાળ ભાંડી.
મેં એને ગાળ
ભાંડી, ફરી ભાંડી.
એને શબ્દચાબખા
મારતાં મેં કહ્યું,
‘રોટલાના એક બટકા
માટે
તું ગાલ્લું
ભરીને લાકડાં ફાડીશ?
તારી માના
સાલ્લાના ચિંથરાથી
તારા સુકલકડી દેહ
પરનો પસીનો લૂછીશ?
બાપના દારૂ માટે
ભાઈબહેનને થકવી નાખીશ?
એને પોટલી પીવડાવવા
ભડવાગીરી કરીશ?
‘ઓ બાપ, હે
ભગવાન, હે બાપ,
તું આ કશું કરી ન
શકત .
તારે પહેલાં તો
મા જોઈતે
જેને કોઈ માન ના
આપતું હોય
જે ગંદવાડામાં
વૈતરું કરતી હોય
જે આપે છે માત્ર
પ્રેમ ને પ્રેમ.’
એક દિવસ મેં પેલા
માદર-દ ભગવાનને
ગાળ ભાંડી.
No comments:
Post a Comment