તે ચાંદ પર ગયા
એ જોવા ગયા
આપણે ખેતરમાં ગયા
પરસેવો પાડવા
તે ચાંદ પર જાય કે મંગળ પર
લૂંટ ફાટ, ભેદભાવ , જોર જબરદસ્તી
એની
નિયત તે જ,નજર તે જ.
એમને
ધરતી પર માણસ દેખાતા જ નથી
દુઃખનું
ઘર મળતું જ નથી
દુઃખના
ડુંગર ધરતી પર
તે
ચાંદ પર જઈને શું કરે?
કાંય
નહીં રે ભાઈ કાંય નહીં
કોઈ
કોઈનું નથી .
આ
દુનિયા મતલબની છે
જે
તે જેને તેને જો,
એમની દુનિયા ભારે, આપણી દુનિયા ન્યારી.
No comments:
Post a Comment