Wednesday, January 7, 2015

એક લડાઈ જોઈએ :વાહરુ સોનવણે



















એક  પરસેવે ન્હાય
એક ગાદી પર સૂએ
એક હસે
એક રડે.
ભેદભાવ છે ત્યાં લૂંટ છે
લૂંટ છે ત્યાં દુઃખ છે
દુનિયા દુઃખથી હેરાન પરેશાન છે 
માણસ માણસનો  વેરી થઇ ગયો  છે
ભેદભાવની દુનિયા જીવ ખાય છે
દેખાતી નથી ને દુઃખ નથી
જીવ છે ત્યાં જીવન જોઈએ. 
બદલાવ ઘડવા
એક લડાઈ જોઈએ

No comments:

Post a Comment