તમે શું કરશો
ભૂખ જેમનું
દુઃખ છે
એમના માટે.
બે આંસુ સારશો?
રોટલાનું ચોથિયું
આપશો?
તમે એમને માટે
શું કરશો
જે જીવતાં પણ નથી
ને જે મરતાં પણ નથી.
જિંદગી વિશે સરસ
કવિતા લખશો?
કે મૃત્ય વિશે ?
તમે જે કંઈ કરો
બંને નકામાં છે.
No comments:
Post a Comment