Wednesday, January 7, 2015

ગોદડી :વાહરુ સોનવણે

























મારી ફાટીતૂટી  ગોદડી
મેલીઘેલી...
ગોદડીમા જ
ગૂંગળાતો રહ્યો શ્વાસ
ખારી ગંધથી
નાક સંકોરી
પડખાં બદલતો રહ્યો.
ગોદડીમાં નાક ઘાલી
ખારી ગંધ સૂંઘતો રહ્યો.
આ જ ગોદડીમાં
પૂર્વજો હોલવાતા ગયા
ગોદડી આંસુઓથી તર થતી રહી.
અને..
ખારી ગંધ યાદ અપાવતી રહી
પૂર્વજોનાં દુઃખોની
આજના વારસદારોને
મારી ફાટીતૂટી
મેલીઘેલી ગોદડી....!

No comments:

Post a Comment