હું વાંસળી વગાડું છું ને એમને ધાક લાગે છે
હું ઢોલ વગાડું છું, હાથમાં હાથ લઇ નાચું
છું,
ગીત ગાઉં છું ,એમને ધાક લાગે છે
હું લખું છું, દુનિયામાં ફરું છું
એમને ધાક લાગે છે
મારું જીવું છું એ ય એમને નથી ગમતું.
હું એમને કશું કહેતો નથી.
હું ફક્ત એટલું જ કહું છું-
“તમારા રાજમાં હું હસી શક્તો ય નથી
ને રડી શક્તો ય નથી.”
No comments:
Post a Comment