Wednesday, January 7, 2015

મા,પહેલી લડાઈ આપણી જ:વાહરુ સોનવણે






મા, તું ક્યા લાગી મારો પક્ષ લેતી રહીશ?
બાપ ગાળો દેતો, તું જીવ પાથરતી,
સંબંધ તોડી નાખ  મા, સંબધ તોડી નાખ.
પોલીસ મને મારી નાખશે વાતે ડરે છેને ?
મને બંદૂકથી મારી નાખશે એવું નથી.
જીવ લેનારાં તો ચારે બાજુ  છે.
અંદર-બહાર,સગાં વહાલાં ,માબાપ,
બધાં એક ટાટનાં છે.
જ્યારે કોઈ એવું બોલે છે ત્યારે
મને એ જીવ લેનારાં જ લાગે છે.
મોતની બીકે ક્યાં લગી સંતાતો ફરું?
આ દુનિયા સારી નથી.
જીવું ત્યાં લગી
માનવતાની  લડાઈ લડવાની છે.
આટલી બધી બીક લાગે છે તો પછી મને જનમ  કેમ દીધો?
મને તારી કૂખમાં જ કેમ ન રાખ્યો પાળીપોષી?
આ દુનિયા સારી નથી.
તારી આંખમાં પાણી, મારી આંખમાં ય પાણી.
તારો જીવ દુઃખી, મારો જીવ પણ દુઃખી.
તારો જીવ મને ઘરની અંદર ખેંચે છે,
મારો જીવ મને બહાર ખેંચે છે.
મા, પહેલી લડાઈ આપણી જ.

No comments:

Post a Comment