કઈ દિશામાં
શાશ્વત પ્રકાશ માગવો જોઈએ
જેનો સૂર્ય ખોવાઈ
ગયો છે એણે?
મરણ હાથમાં લઈને
ચાલનારાં આપણને
વિષના પ્યાલાનો
શો ડર?
જેણે ભવિષ્યનો જ
અર્ઘ્ય છોડી દીધો છે
એ મૃત બરબાદ
સંસ્કૃતિ પર
એને વર્તમાને કેમ
મુજરો કરવો જોઈએ?
જે નિષ્પાપ
હૃદયમાં
જખમનાં છિદ્રો
પડ્યાં છે
એમને ચંદનલેપથી
શો ફાયદો?
જીવને લાગેલો
ભયાનક દવ
કયા મહાસાગરમાં
બુઝાવવો જોઈએ
જ્યારે સઘળા
સમુદ્રો પી ગયા છે અગત્સ્ય?
ક્રાંતિની વીજળી
ચેતી ચૂકી છે
પ્રત્યેક ઘાયલ
હૃદયમાં .
આ લડાઈ અટળ છે..
અટળ છે...
નસનસમાં વિદ્રોહ
ધસમસતો દોડે છે.
ભલે જય થાય કે ન
થાય
આ યુદ્ધ શું કામ અટકવું જોઈએ ?
No comments:
Post a Comment