Thursday, May 9, 2013

શહેર: દયા પવાર




ખોદકામ કરતાં વીસમી સદીનું શહેર મળી આવ્યું.
પોતાની પ્રચંડ મુઠ્ઠીમાં ચોળીને કાગળનો ડૂચો કરી નાખેલું.
થાકેલાં યંત્રચક્રો, ઠૂંઠાંજેવી મિલની ચીમનીઓ,
યંત્રયુગની એટલી જ નિશાની, બાકી સ્થિતિ મોહેન્જોદરો જેવી.

હાથેક ક્યાંય પણ ખોળો, પથ્થર મૂર્તિ સિંદુરલીંપેલી .
ક્યાંક મોં પર સૂંઢ નહીં તો કોઈની પૂંછડી અડધી તૂટેલી.
સારું થયું, આ વરસે મ્યુઝીયમની ગેલેરી સરસ સજાવીશું.
ધર્મ નામનું નાટક આવનારી પેઢીઓને બતાવીશું.


અરે, આ પાટિયું કેવું? ‘પરબ સર્વ જાતિ-ધર્મ માટે
એટલેકે માણસ માણસ વચ્ચે શું હતી ઉંચનીચની ઉતરડ ?
સારું થયું, એવું શહેર તો ભોંયમાં ભંડારી દેવા લાયક જ હતું.
કેવો એ યંત્રયુગ?વીસમી સદીમાં એ તો હતું પાષાણયુગનું દર્શન.

અનુવાદ સહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ 

No comments:

Post a Comment