Monday, May 13, 2013

ફોડવાનું છે આ આકાશ :ભીમસેન દેઠે





ફોડવાનું છે આ આકાશ
હે મારી મા, બગલમાં ઝાડુ-ટોપલી દબાવી
ઝટપટ  દાખલ થઇ  જાય છે ગામમાં.
દર્પણ જેવું ચોખ્ખુંચણાક કરી દે છે.
ગામબહારની વસ્તીમાં પાછા  ફરવા 
પસીનો ભરેલી તારી દોડાદોડી.
દેહ પર અહીંતહીં કચરો લઈને આવે છે
ઝગમગતી ચાંદની.
તને ક્યાંય માથાબોળ ન્હાવાનું મળ્યું નહીં
પથ્થરો સજેલી, કચરામાં જ હરીફરી
વહેળામાં સુકાઈ ગયેલાં પાંદડાં જેવી
વસ્તી પણ તારા જેવી જ
ફાટેલા વસ્ત્રોમાં લપેટાઈ બેઠેલી.
હે પ્રકાશ દેનારા સૂરજ,
તું મારી આ વસ્તીની વાટ  પર
ક્યારેય પ્રકાશિત થતો નથી.
કદાચ એ ય શીખી ગયો છે
આ દેશની વર્ણવ્યવસ્થાના પાઠ.
હે મારી માં,તું આમ ઉધાર લીધું હોય એમ ન હસ.
તારું રુદન જ મને પસંદ છે.
એમાં સળગી રહ્યું છે હિરોશીમા.
હે મારી મા, તારા ઝાડુ-ટોપલીનો વાસ
મારા નામે ના કરતી.
મને તે તેં જનમ દીધો છે ને?
હવે તારે બીજું કંઈ કરવું જ છે
તો  આપ મારા હાથમાં
કડીયાળી ડાંગ ,
મારે ફોડી નાખવું  છે આ આકાશ!



અનુવાદ સહાય: 

ડો.મોહિત શરદ શોલાપુરકર             






No comments:

Post a Comment