એનું એવું થયું
મારા ગામમાં
મારો હું
ઘણા સમયે ગામના ઝાંપે દાખલ થતાં જ
એક દિવસ
શાળાનાં બે નાનાં બાળકોની નજર
મારા પર ઠરી.
એકના નીતર્યા પાણી જેવા અંત:કારણમાં
ઉભરાઈ આવેલ કવિ વિષે કુતૂહલ.
“અરે, એ જ કવિ છે!
મેં એમને જોયા છે ”
બીજાની
રક્તપેશીઓમાં સનાતની સંસ્કાર-
એકદમ આવી ગયું હોઠે
“નહીં, નહીં,
એ કવિ નથી!
મહારનો છોકરો છે, મહારડામાં મેં જોયો છે!”
એનું એવું થયું નીતર્યા પાણી જેવું અંત:કરણ
ચૂપ થઇ ગયું,
ધીરેધીરે ગંદું થતું ગયું.
એ વિચારમાં પડી ગયો:
“ મહાર તે કદી કવિ થઇ શકે?”
ભયંકર અંધકારે
ઘેરી લીધું મારું મન
ખડખડ હસીને :
“મહાર કદી કવિ થયો ભાળ્યો છે?”
ભયંકર અંધકારે ઘેરી લીધું
મારું મન , ખડખડ હસતાંહસતાં,
તું કોણ છે?
કવિ કે મહાર?”
અસીમ આ પ્રશ્નનો બોજ
હજી પણ મારી સમક્ષ.
અનુવાદસહાય:
ડૉ.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment