શબ્દસ્વામીઓ,
તમે રચેલાં
મહાકાવ્યો સોનાનો કોળિયો ખાનારાંનાં
હવા સાથે
ચાલનારાંનાં ,જરીના વસ્ત્રો પહેરનારાંનાં.
આકાશમાં
વસનારાંનાં.
તમારાં કાવ્યો પર
તમે કરો છો તારાઓનો વરસાદ,
શબ્દોનો ઢગલો તમે
ભીંજાવો દો છો
પર્ણ, ફૂલ,સુગંધ
ને મદિરાના કેફથી.
ગામ બહારનાં
સુકાઈ કચડાઈ ગયેલાં જીવન
તમારી કવિતાના
વિષય કદી થયાં જ નહીં.
તેમના લોહીલુહાણ
પગને, સળગાવી મૂકવામાં આવેલી આબરૂને
સ્પર્શ ન કર્યો
તમારી કવિતાના શબ્દે.
શબ્દ પેર્યા જ
નહિ તમે એ લોકોની માનવતા કાજે.
એમનાં ખાલી પેટ
પર
એમની પીઠ પર
પડેલા સોળ પર
તમારી નજર પડી જ
નહીં.
અરે! એમને તો
પૂર્ણ ચંદ્રમાં
ભાખરી જ દેખાઈ.
વરસતી ચાંદનીમાં
એમનાં તૂટ્યાંફૂટ્યાં જીવને
તમારાં મનમાં
ક્યારેય કેમ પીડા ન જગાવી?
કેમ લખ્યાં નહીં
તમે એમનાં આંસુઓનાં ગાન?
અનુવાદ સહાય:
ડો.મોહિત શરદ શોલાપુરકર
અનુવાદ સહાય:
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment