Monday, May 13, 2013

શબ્દો:વામન નિમ્બાળકર




એ શબ્દો છે
જે આગ લગાવે છે મકાનોને, ઘરને, દેશને
ને માણસોને પણ.
શબ્દો આગ હોલવી પણ શકે છે
શબ્દોએ માણસોને લગાવેલી આગ.
શબ્દો ન હોત તો
ખરતી ન હોત
માણસની આંખમાંથી
ચિનગારી
કે
વહેતાં ન હોત આંસુનાં પૂર
કોઈ નિકટ ન આવ્યું હોત
કે દ્દ્રર ન ચાલી ગયું હોત
શબ્દો ન હોત તો.



અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ

No comments:

Post a Comment