કબૂલ, તારા જેવું
નગ્ન મન નથી મારું.
સળગતી ઝૂંપડી પર
ઘાસતેલ છાંટવાની એની હિંમત નથી.
મેં પણ ચૂલો
સળગાવ્યો હતો આ જ ઝૂંપડીમાં
ઝૂંપડીની જેમ
વાંકાં વળી ગયેલાં લોકોને ટટાર ખડા કરવા.
આ ઝૂંપડીઓ સળગે
છે રોજેરોજ, એકબે કોળીયા ચાવીને
ખડી છે જાણે
થૂંક્વા સૂરજ પર.
ભદ્ર સન્નારીઓ
હળવેથી ચાલે છે, તમને એ બધે મળી જશે,
પોતાને સમર્પિત
કરતી
પણ ઝૂંપડીઓમાં
માબહેનો બેપરવાઈથી ગિરવે મૂકે છે
મંગળસૂત્ર.
આગળ વધો,કૌમાર્યનાં
ઢોલ પીટો.
કે નિર્લજ્જ
ઉતારી પાડો.
મને આની કંઈ પડી
નથી.
કબૂલ, તારા જેવું
નગ્ન મન નથી મારું.
ખરેખર નથી મારું.
અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
No comments:
Post a Comment