સઘળા
રસ્તાઓ પર બિછાવી છે સુરંગ
કાન
ફાડી નાખે એવા અવાજ
જાગતી
આંખે
હું
સજ્જ છું ચોકી કરવા સતર્ક.
મોલ
ઉપરથી તીડ ઉડાડે છે એમ
દુશ્મનોની
દીવાલ અમે તોડી નાખી છે.
હાથેક
છેટે કેટલાયની
કાયમી
કબર ખોદી નાખી.
હવે
સઘળું સન્નાટો છે,
ચકલુંય
ફરકતું નથી
એવાં
સમયે બંદૂકની નાળમાં
હાલકડોલક
થઇ રહ્યું છે ઘરનું દૃશ્ય.
નામ
સોનબાઈ ને હાથે જસતનું કડું.
ચિંથરે
વીંટ્યું રજવાડું.
ખાઈમાં
માંડમાંડ બચેલું
શબ્દે
શબ્દ કાળજું કાપી નાખનારા.
આપણા
ગોત્યાએ ભૂંગળું વાગતાં જ
મંદિરમાં
દીવો રામ કરી દીધો.
ગામ
આખું જ્યારે દમ મારે છે જનમનો,
ભાલાની
અણી પર છે મહારવાડો.
કેમ
થરથરી ટ્રીગર પર આપણી આંગળીઓ?
ગાઢ
અંધકાર , મોતની એંધાણી.
હે મારા
દેશ- કહે, કહે,
મારી
સરહદ કઈ ?
તેં તો
મારા હૃદય પર જ ઘા કર્યો છે.
અનુવાદ સહાય:
ડૉ.રચના પોળ
No comments:
Post a Comment