Saturday, May 11, 2013

હાથ: અર્જુન ડાંગળે


















ગામ બહારની ચૂપચાપ વસ્તીમાં
તેં આવીને ગર્જના કરી.
બધી વસ્તી
એકદમ ધૂળ ખંખેરી
સાવધ થઇ ગઈ.
તું આગળ અને આગળ વધતો રહ્યો,
તારા હાથમાં હતી ધગધગતી મશાલ,
ડરી ગયાં હતા બધા અંધકારના દલાલ.
તું ઓર આગળ વળ્યો,
બધી વસ્તી તારી પાછળ પાછળ.
તું થંભ્યો તળાવ પાસે ,
સદને તેં સમર્પી દીધું
સમગ્ર  જીવન.
ને તારા સમર્થ હાથ અચાનક લુપ્ત થયા.
જે હાથમાં તું સોંપીને ગયો હતો તળાવ
એ તમામ હાથ ઠૂંઠા સાબિત થયા,
જીવન દેવાને અસમર્થ .
આખી વસ્તી જોઈ રહી છે ચૂપચાપ ,
તાપ-વરસાદનો માર ખાતી.
શોધી રહી છે તારા એ સમર્થ હાથ.


અનુવાદ સહાય

ડૉ.રચના પ્રદીપકુમાર પોળ 


No comments:

Post a Comment