Monday, May 13, 2013

આવતીકાલ :વામન નિમ્બાલકર




મને પરોઢનું સપનું આવે છે.
ગામ બહારનું અંધારું દૂર થવાનું છે.
અજવાળું થયા બાદ અમારા હોઠ પર
પ્રકાશગીતના સ્વર દસે દિશાઓને ભરી દેશે.
આ રીતે બધા એક  થઇ જાઓ,
હાથમાં હાથ મેળવી પ્રકાશનાં ગીત ગાઓ.
પેલું દૂર દેખાતું પ્રકાશ કિરણ જ
આવતીકાલનો સૂરજ થવાનું છે.
એ કાજે એક થાઓ, એકમેકના હાથમાં હાથ પરોવી.
અંધકારનો આ પહાડ આપણે ઉઠાવી ફેકી દઈ શકીએ છીએ.


અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ
ડો.મોહિત શરદ શોલાપુરકર             

No comments:

Post a Comment