પહાડમાંથી નીકળેલા ઘોડેસવાર
હમણા જ પહોંચી જશે આ ગામને પાદરે.
એ ગામે જેનાં કોઈ રૂપ નથી ,રંગ નથી ,
ફરકાવવા માટે જાતિ સિવાય કોઈ બીજી ધજા નથી.
મંદોને લાત મારીને
પથ્થર પર માથું અફાળીને બેસનારી આ જનતા,
ઊધઈ ખાધેલી જીર્ણ પોથીઓ
માથે મૂકીને શોખથી ફરનાર પુરોહિત
જય હો જય હો પોકારતા
અમાનવીય પરંપરા સાચવતા આવ્યા છે.
ઘોડેસવારનું આગમન થશે ત્યારે આ ગામો એમનો જયઘોષ કરશે
ઘેરઘેર રંગોળી પૂરી સ્વાગત કરશે.
જોશમાં આવી ગયેલા ઘોડેસવારને આ ખબર છે,
એ હવે ગામ જ બદલી દેવાના છે.
ગામની સીમાઓ તૂટવાની છે
ત્યારે હોઠોમાં નીલ પહાડ
ને પેટમાં લાલ વોલ્ગા લઈને
આ ગામ ઊભાં રહેશે.
ઘોડેસવાર હવે ગામમાં પહોંચી ચૂક્યા હશે.
અનુવાદસહાય : ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment