જ્યારે હું આવ્યો
આ દુનિયામાં
હું રડતો હતો.
દુનિયા હસતી હતી
બે હાથ મને
પસરાવતા હતાં
મારી પીઠે, મારા
પેટે.
જ્યારે હું
ઘૂંટણિયાં તાણતો હતો
હું પડી જતો.
પછી હું ઊભો થતો
ટેકો લઇ
પેલા હાથની
આંગળીઓથી.
જ્યારે સાંજનો
થયો.
હું રડવા લાગ્યો.
દુનિયા બસ હસતી
રહી.
બે હાથે ઉઠાવ્યો
ચાબૂક
મારી પીઠ પર,
મારા પેટ પર.
જ્યારે હું
દોડ્યો
આ ઉદાર પુષ્કળા
ધરતી પર
મારાં પગ દાઝી
ગયાં.
મારું મન રડતું હતું.
હું બૂમો પડતો
બચાવો બચાવો દોડી ગયો
એ આશાએ કે કોઈ
એકનાથ મળશે
હું ઘણાને મળ્યો
જે એકનાથને પૂજતા.
એ એમનાં
કિર્તનમાં મગ્ન હતા.
મારું રૂદન
એમનાં હૃદયમાં
ઉતર્યું નહીં.
સહારાના રણને પણ
રણદ્વીપ છે
હું દોડ્યો
રણદ્વીપ જેવા કશાની શોધમાં.
મેં કોશિશ કરી
પકડવાની
ગોળગોળ ફરતી
પૃથ્વી.
મારાં હાથ
હું પડી ગયો.
દુનિયા હસી
મારી સામે આંગળી
ચીંધીને.
આંસુઓ સૂકાયાં.
પગ ઠરી ગયાં.
હું આ દુનિયાને
હસતો રહ્યો.
હા..હા..હા..હા...
હું હસતો હતો
ત્યારે
ધરતીકંપ થયો.
સસલા હવે તું કેમ
હસતો નથી?
જે આંગળીઓ મારી
સામે ચીંધાય છે
એ મારા ગળાના
હારમાં લટકશે
અંગુલીમાલ.
હું અંગુલિમાલ
છું.
હું અંગુલિમાલ
છું.
No comments:
Post a Comment