તમને યાદ છે?
આપણી મુઠ્ઠીમાં આખું આકાશ
સમાયેલું હતું.
ચૈત્યાભૂમી પર બાબાની
આલ્ખરી વિદાય
ને તમે પીઠ ફેરવી લીધી
ભડકી ઊઠેલી જ્વાળાઓને.
જે કંઈ લાવ્યા હતા ,બધું
ફેંકી દીધું
પડખેના દરિયામાં.
આપણી આંખોએ જોયેલાં
તરતાં સપનાં
તૂટીને વિખેરાઈ જતી
સમુદ્રની લહેરો જેવાં.
તમે કાપી નાખ્યા ઉગનારા
રોપાઓને પણ,
આપણે તો ફોડવાનો હતો
ડુંગર.
આપણે સ્વયંને જ ફોડી બેઠા
.
આ આકાશને આશ્લેષમાં લેવા
માટે
કોઈકે તો ‘બાબા’ બનવું
પડશે.
અનુવાદ સહાય:
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment