Monday, May 13, 2013

એમની સનાતન દયા:નામદેવ ઢસાળ





એમની સનાતન દયા ફોકલેન્ડ રોડના
ભડવાથી ઊંચી નથી.
એમણે કોઈ શમિયાણા બાંધ્યા નથી
આકાશમાં આપણે કાજે.
ધનકુબેરોએ એમની તિજોરીઓમાં કેદ કરી દીધો છે
પ્રકાશ
આ જિંદગીમાં
ફૂટપાથ પણ આપણા નથી.
એટલી દરિદ્રતા કે માણસપણાને ઉબકા આવે .
સૂકાઈ ગયેલાં આપણાં આંતરડાં
પેટ આપણે ગંદકીથી પણ ભરી શકતાં નથી
દરેક નવો ન્યાયી દિવસ લાંચ ખાધેલ હોય એમ
એમને જ ટેકો આપે છે –
એમના ઉદાર હાથોમાંથી
આપણી કતલ થાય છે ત્યારે
આહ પણ સરી જતી  નથી.


અનુવાદ સહાય: 

ડો.રચના પ્રદીપકુમાર પોળ
             

No comments:

Post a Comment