મારાં
દુઃખની જાત જુદી જ છે.
મારાં દુઃખ આગળ
ફિક્કાં પડી જાય છે
અંધકારનાં ડુસકાં
ને અજવાળાની હાશ.
ફિક્કાં પડી જાય
છે વિરહનાં ગીત
જાત જાતના
દિવસોનાં રીત-રિવાજ.
તુચ્છ એમના
કુંડાળાં મને ખાવા ધાય છે,
એમની વ્યથાના જખમ
ખળખળ વહેતા જ રહે છે.
મારા દુઃખની જાત જુદી જ છે.
અનુવાદ સહાય:
અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment