Friday, May 31, 2013

જેમણે ભૂલ કરી છે: બાબુરાવ બાગુલ











જેઓ વિદેશ ચાલ્યા જાય છે
બીજી ભાષા અપનાવી લે છે,
અજાણ્યા પોષાક પરિધાન કરી લે છેને ભૂલી જાય છે આ દેશને
-એમને  સલામ.
ને જેઓ ભૂલી જતા નથી
સદીઓ લગી માર ખાધા પછી પણ
બદલાતા નથી એવા દંભીઓને હું પૂછું છું :
જો કોઈ તમને પૂછે તો તમે શું કહેશો?
-     અસ્પૃશ્યતા શું છે?
-     એ ઈશ્વર જેવી સનાતન છે?
-     અસ્પૃશ્ય કેવો હોય?
-     એ કેવો હોય, લેપ્રસીની પ્રતિકૃતિ જેવો હોય?
-     કે પયગમ્બરના દુશ્મન જેવો?
-      અપ્રમાણિક ચરિત્રહીનપાપી કે નાસ્તિક જેવો દેખાય છે?
તમે શું જવાબ આપશો?
સહેજ પણ અચકાયા વગર કહી શકશો-
અસ્પૃશ્ય એટલે હું?’
એટલે જ કહું છું-
જેમણે આ દેશમાં જનમ લેવાની ભૂલ કરી છે
એમણે હવે ભૂલ સુધારી લેવી જોઈએ.
આ દેશ છોડી દેવો જોઈએ
કે પછી યુદ્ધ આદરવું જોઈએ!

જન્મ:૧૭ જુલાઈ,વિહિતગાંવ, જી.નાસિક
મૃત્યુ:૨૬ માર્ચ ૨૦૦૮
કવિ, વાર્તાકાર
जेव्हा मी जात चोरली’  ‘જ્યારે મેં જાત છૂપાવી’,(૧૯૬૩ ) मरण स्वस्त होत आहे’  ‘મરણ સસ્તું થઇ રહ્યું છે.’ (૧૯૬૯) , सूड ("Sud" (सूड) (1970), दलित साहित्य आजचे क्रांतिविज्ञान, आंबेडकर भारत
વિજય આપ્ટે દ્વારા  जेव्हा मी जात चोरली’  પરથી ફિલ્મ .
આ મરાઠી લેખકનું નવલિકાક્ષેત્રે પ્રદાન દલિત સાહિત્યનુ પાયારૂપ  પ્રદાન ગણાય છે. અખિલ ભારતીય નવલિકાના સંચયોમાં એમની માઅને મરણ સસ્તું થઇ રહ્યું છેસમાવેશ પામી છે.
૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારનો હરિનારાયણ આપ્ટે પુરસ્કાર
યશવંતરાવ ચવાણ ઓપન યુનિવર્સીટી દ્વારા નવોદિત નવલિકાલેખન માટે બાબુરાવ બાગુલ ગૌરવ પુરસ્કારઆપવામાં આવે છે.



You who have Made the Mistake

Those who leave for foreign lands,
Embrace other tongue, dress in alien garb
And forget this country
-them I salute.
And those who do not forget,
And don’t change even after being beaten up for centuries
-such hypocrites I ask:
What will you say if someone asked you-
What is untouchability?
Is it eternal like god?
What’s an untouchable like? What does he look like?
Does he look like the very image of leprosy?
Or like the prophet’s enemy?
Does he look like a heretic, a sinner, a profligate, or an atheist?
Tell me,
What will your answer be?
Will you reply without hesitation:
‘Untouchable- that’s me?’
That’s why I say-
You who have made the mistake of being born in this country
must now rectify it: either leave the country,
or make war!

Translated by Vilas Sarang

(Poisoned Bread: Ed.Arjun Dangle) 

એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે : નીલકાન્તચવાણ



આ દેશની દીવાલ પર 
લાઈનસર ખીલા ઠોકી દીધા છે
ક્યાંક હિમાલય, ક્યાંક સહ્યાદ્રી
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

મરેલી ગાયને ચીર્યા પછી
જેમ ગીધ તૂટી પડે છે
દૂંદાળા પેટવાળા ને બહારથી ને ખાડો પડેલા પેટવાળા અંદરથી
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

ભીકા પાણી વગર મરી ગયો
ત્યારે જરા સરખોય ગમ ન થયો ,
અંધારેઅંધારે જ દાટી દીધો
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

સવારે એના બે શબ્દ
પછી આખો દિવસ પેટ ભરીને પાપ
ફરી રાતે એના બે શબ્દ
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

સ્વાર્થમાં પોતાને વેચી દેનાર
એવાય જોયા,
મોટાં માથાંને ‘હા,જી’,’હા,જી’ કરનારા
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

અનેક લોકો આ માટી કાજે લડ્યા,
ગરીબો કાજે જીવ બાળતાં
કેટલાયે   જાન કુરબાન કર્યા
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે. 


અનુવાદસહાય : 
ડૉ..મોહિત શરદ શોલાપુરકર  
 ડૉ.રચના પ્રદીપકુમાર પોળ

આ ખંડિત દેશ : બાપુરાવ જગતાપ

આ દેશ ખંડિત છે 
હજારો ટૂકડાઓમાં
એનાં શહેર,ધર્મ,જાતિ
લોકો, અરે એમનાં મન પણ –
બધું જ છે ખંડિત, તૂટ્યુંફૂટ્યું
આ દેશમાં પ્રત્યેક દિવસ સળગાવે છે
આપણા જીવનની એકએક પળ.
આપણે બધું જ સહીએ છીએ ને અડીખમ રહીએ છીએ
ટેકરા જેમ
આપણે સ્વીકારતા નથી એવી જિંદગી
બંધુ, આપણી ચીસો છે
આ દેશનો ઈતિહાસ લખવાની કોશિશ માત્ર –
આ નાગો દેશ
એનો હૃદયહીન ધર્મ .
અહી લોકો એમનાં કાળા કાયદાઓમાં આનંદે છે
ને આપણો  જન્મ થયો છે
એ વાતનો  પણ ઇનકાર કરે છે .
ચલ બંધુ, આપણે જઈએ બીજા કોઈ દેશ
જ્યાં આપણે જીવતા હોઈએ ત્યારે
ત્યારે આપણા માથે હોય એક છત
ને મરીએ ત્યારે આપણને
મળે એક કબ્રસ્તાન.

This Country is Broken

By Bapurao Jagtap 

This country is broken into a thousand pieces;
its cities, its religion, its castes,
its people, and even the minds of the people
– all are broken, fragmented.
In this country, each day burns
scorching each moment of our lives.
We bear it all, and stand solid as hills
in this our life
that we do not accept.
Brother, our screams are only an attempt
to write the chronicle of this country
– this naked country
with its heartless religion.
The people here rejoice in their black laws
and deny that we were ever born.
Let us go to some country, brother,
Where, while you live, you will have
a roof above your head,
and where, when you die, there will at least be
a cemetery to receive you.

(Translated by Vilas Sarang)

ઘોડેસવાર:બાપુરાવ જગતાપ




પહાડમાંથી નીકળેલા ઘોડેસવાર
હમણા જ પહોંચી જશે આ ગામને પાદરે.
એ ગામે જેનાં કોઈ રૂપ નથી ,રંગ નથી ,
ફરકાવવા માટે જાતિ સિવાય કોઈ બીજી ધજા નથી.
મંદોને લાત મારીને
પથ્થર પર માથું અફાળીને બેસનારી આ જનતા,
ઊધઈ ખાધેલી જીર્ણ પોથીઓ
માથે મૂકીને શોખથી ફરનાર પુરોહિત
જય હો જય હો પોકારતા
અમાનવીય પરંપરા સાચવતા આવ્યા છે.
ઘોડેસવારનું આગમન થશે ત્યારે આ ગામો એમનો જયઘોષ કરશે
ઘેરઘેર રંગોળી પૂરી સ્વાગત કરશે.
જોશમાં આવી ગયેલા ઘોડેસવારને આ ખબર છે,
એ હવે ગામ જ બદલી દેવાના છે.
ગામની સીમાઓ તૂટવાની છે
ત્યારે હોઠોમાં નીલ પહાડ
ને પેટમાં લાલ વોલ્ગા લઈને
આ ગામ ઊભાં રહેશે.

ઘોડેસવાર હવે ગામમાં પહોંચી ચૂક્યા હશે.


અનુવાદસહાય : ડો.મોહિત શરદ શોલાપુરકર 

વારસો: બાપુરાવ જગતાપ


જો આંસુ જ વહાવવાં છે તો ખુશીનાં વહાવ,
મારી આંખો કાળમીંઢ  પથ્થરની છે,
જ્યાં નથી  ઝરણાં કે વહેળા.
માર્ગ છે સાગર પારનો.
રોકાવું છે તો ખુશીથી રોકાઈ જા.
મારા વળાંકો તો મેં ક્યારનાય પસાર કરી દીધા છે.
મારાં પગલાં કદાચ ગલત પડે જાણેઅજાણે
તો રસ્તા ખેંચી જશે મને કાળા વાઘની ગુફાઓમાં.
પગ દાઝી જશે જંગલના દવથી
લાખો ગુલબંકાવલીનાં ફૂલો માટે જન્મ ધારણ કરનારો હું .
રોકાવું છે તારે તો ખુશીથી રોકાઈ જા .
મેં તો ક્યારનીય ઠોકર મારી દીધી છે
તારા સુવર્ણયુગ,ગામ,નામ,આ ઈતિહાસ પરંપરાઓની જમીનને.
તારી ફરકતી ભીની આંખો તું જ સાચવી રાખ.

રાણી, પ્રકાશયુગનો વારસો છે મારી આંખોમાં.

અનુવાદસહાય : ડો.મોહિત શરદ શોલાપુરકર 

Tuesday, May 21, 2013

તું મા બનવા માગે છે?: ત્ર્યંબક સપકાળે




આત્મા, પરમાત્મા, પરબ્રહ્મ,
તારો ગંદો તંબુ તણાયેલો છે આ ત્રણ ખીલા પર.

આખી જિંદગી તું રહી છે માત્ર સ્ત્રી.
તું ક્યારેય બની નથી મા.

હું તારી માતૃત્વની ભૂખ ભાંગી શકું છું.
તારે મા બનવું છે?
હું તારે ખોળે બેસવા તૈયાર છું.

એકલવ્ય: ત્ર્યંબક સપકાળે




ગોળ ધરતી
લોહનું ઉચ્ચાલન
મારાં હાથમાં.
પણ નાં ઉચ્ચાલન?
હે એકલવ્ય,
મને આપ
તેં કાપી આપેલો અંગૂઠો.
એ બનશે મારું ઉચ્ચાલન.

દિવસ: ત્ર્યંબક સપકાળે



દુ:ખી ન થા,મારી પ્રિયા
આ દિવસો પણ ચાલ્યા જશે
આ દિવસનો દિવસ પસાર થઇ જશે
આ દિવસનો દિવસ જલ્દી પસાર થઇ જશે.
આપણો દિવસ બહુ દૂર નથી.
જો દિવસ ભારેપગે છે  

અંગુલીમાલ: ત્ર્યંબક સપકાળે





જ્યારે હું આવ્યો આ દુનિયામાં
હું રડતો હતો.
દુનિયા હસતી હતી
બે હાથ મને પસરાવતા હતાં
મારી પીઠે, મારા પેટે.

જ્યારે હું ઘૂંટણિયાં તાણતો હતો
હું પડી જતો.
પછી હું ઊભો થતો
ટેકો લઇ
પેલા હાથની આંગળીઓથી.

જ્યારે સાંજનો થયો.
હું રડવા લાગ્યો.
દુનિયા બસ હસતી રહી.
બે હાથે ઉઠાવ્યો ચાબૂક
મારી પીઠ પર, મારા પેટ પર.

જ્યારે હું દોડ્યો
આ ઉદાર પુષ્કળા ધરતી પર
મારાં પગ દાઝી ગયાં.
મારું મન  રડતું હતું.
હું બૂમો પડતો બચાવો બચાવો દોડી ગયો
એ આશાએ કે કોઈ એકનાથ મળશે
હું ઘણાને મળ્યો જે એકનાથને પૂજતા.

એ એમનાં કિર્તનમાં મગ્ન હતા.
મારું રૂદન
એમનાં હૃદયમાં ઉતર્યું નહીં.

સહારાના રણને પણ રણદ્વીપ છે
હું દોડ્યો રણદ્વીપ જેવા કશાની શોધમાં.

મેં કોશિશ કરી પકડવાની
ગોળગોળ ફરતી પૃથ્વી.
મારાં હાથ
હું પડી ગયો.
દુનિયા હસી
મારી સામે આંગળી ચીંધીને.

આંસુઓ સૂકાયાં.
પગ ઠરી ગયાં.
હું આ દુનિયાને હસતો રહ્યો.
હા..હા..હા..હા...
હું હસતો હતો ત્યારે
ધરતીકંપ થયો.

સસલા હવે તું કેમ હસતો નથી?
જે આંગળીઓ મારી સામે ચીંધાય છે
એ મારા ગળાના હારમાં લટકશે

અંગુલીમાલ.
હું અંગુલિમાલ છું.
હું અંગુલિમાલ છું.