વાદળી કેનવાસ પર
વસ્ત્ર ખેંચી
કઢાયેલી જન્ઘાઓ ફોડી નખાયેલ વેદનાંકિત ષોડશી
ડુક્કર:એનું ખૂન
આકર્ષક લાગે છે
તેવો ચહેરો ચહેરો નથી ખરેખર તો
એની પાછળ રહી છે
કટુ વાસ્તવિકતા ખોપરીની, ‘સત્ય’
જ્યારે કોઈ
માણસનું માંસ તોડી લેવામાં આવે છે ત્યારે
અસ્તિત્વના તમને
ક્યાંથી ક્યાં સુધી લઇ જાય છે?
પ્રેમના વાડામાં
તમને મળશે માત્ર ભીતિ અને ચીતરી નાં ફળ
ને સાર્વભૌમ એક
ચિરાયુ શૂન્યતા આપણો બધાનો પીછો કરે છે.
આપણા પોતાનાં
કહીએ એ બધાં છે ફક્ત ધૂળ ને ધુમાડાના ઢગલા.
અનારનો અ
બંદરનો બ
પંખાનો પ
તલવારનો ત
ટટ્ટઉ નો ટ
સમર નો સ
આરાધના માણસના
અલગઅલગ ભૌગોલિક વલણની
ને રોમેન્ટિક
ગુદમૈથુનની.
મંદા
તારું મન
નથી રાખનું પણ કે નથી આરસપહાણનું પણ.
હું સ્પર્શું છું
તારા કેશ તારાં વસ્ત્ર તારા નખ તારા સ્તન
જાને એ હોય મારા
પોતાનાં , એ સાક્ષાત્કાર કરે છે મારો , મારી ભીતર
મૃત
કોલોની,મારવાને વાંકે જીવતા કુબડા
સેન્ડવીચ, રસ્તા
,તાજી વિયાયેલી કૂતરીનું દૂધ
મને પહોંચવા દેતા
નથી તારા સુધી,તારા હોઠ સુધી, તારી આંખોસુધી.
હમણાં સુધી હું
અને તું એકબીજાનાં કંઈ નહોતાં
ને નહોતાં સંબોધન
આપણી ભીતર કાણાં પાડનારાં
આ સમય દસ માઈલ
જેટલો લાંબો,દસ સેકંડ જેટલો સમીપ.
ને એના વિસ્તારમાં
હું તું :બીજ:એક
કાચનો ટુકડો આપણને ચાવે છે :
ને હજાર અવસ્થાઓ.
મેં ક્યારેય જોયો
નથી આવો નિસ્તેજ ચહેરો
જેવો તારો હતો:
ને તારા જેવી એવી હજારો સ્ત્રીઓનાં.
વિવિધ
દેશમાંથી વિવિધ પિંજરામાં ઝળકી ઉઠતા:
ને જુદાંજુદાં
નામ ધારણ કરનારા.
હવે મેં
વિકસાવ્યો છે સુકાઈ ગયેલાં ઝાડ માટે: એ એના સુકાઈ ગયેલાં ગર માટે.
હું તારા સુક્કા,
નિસ્તેજ ચહેરાથી થઇ ગયો છું
નીસ્તેજ્પણાથી
તું મારી અંદર ઉતારી આવે છે ને મને પોતાનો કરી લે છે.
મારી ભીતર તું
આક્રોશ ખડો કરી દે છે
આક્રોશ
અંતનો છે કે આક્રોશનો અંત છે
આક્રોશ અંતનો ,
એક પસ્તાવા વિનાની ઘટના;
સુધારેલું બંધારણ
: ને બદલાયેલ
અંધકારથી હબકી
ગયેલાં માણસો : એ પોતેજ થઇ જાય છે અંધકાર.
અંધકારમાંથી
નીકળી આવે છે ઉડતાં પંખીઓ ને પછી એ નીચે પડી જાય છે મૃત.
એમની પંખો થી જાય
છે મોટીમસ ને વિશ્વયુદ્ધને શરમાવી દે છે.
કલ્પનાથી
વાસ્તવથી
કાયદાથી
ધોધથી
ઝાડથી
પડછાયાથી.
મને દેખાય છે
તારી ભીતર રોશની , દાણા દળતી
દુઃખનો ઉલ્લેખ
થાય છે ને દુઃખ ચાલી જાય છે કબર ભણી.
પ્રેયસી:રાંડનું
ઉજ્જવળ રૂપ
પ્રિયતમ:ભડવાનું.
સ્ત્રીપુરુષ સંબંધ ફક્ત આવો જ.
થોડી રાંડો લો,
થોડા ભડવા, થોડા દાતણ.
વાપરીને ફેંકી
દો, ને પછી ગંગાજળથી મોં ખંગાળી લો.
મંદા
મારી ઢેલ
બારી બહાર જો, ને
નવું જગત જનમ લે છે
આલિંગનો, ચામડી
ઊંડો પ્રેમ
બનવાર જે ખરો નથી
તોય તે મોહી લે છે જે માત્ર ગાળ છે ને જખમ
કુહાડીથી કાપી
નાખો કીડીના પગ
એ ઘસડાતી રહેશે
અંત લગી
ને એ પછી –માંસ,
વિષ્ટા ,કેશ કશાનું કંઈ જ મહત્વ નથી
એમના હલનચલન
પ્રહાર કરીને તોડી નાખે છે ગર્ભ
તેં એક માણસને જે
આપ્યું ને એની પાસેથી તેં લીધું તે પૂરતું નથી તારે કાજે?
અંધકાર એક
ઝાડઆકાશસમુદ્રફૂલખાટલો છે એવો તને ભ્રમ
થાય છે
ભ્રમ ફસાવી દે છે
ને કબર સુધી લઇ જાય છે.
તને પાંજરામાં
પૂરી રાખનારી માસી ,એણે લોકો નિયતી કહે છે
એ પ્રાણીને પકડે
છે ને માટી કરી દે છે .
એણે ખાઈ જનારા માણસો
મૃત્યુંજય થઇ જાય છે ને જીવન કહેવાય છે તે જીવે છે.
મને દેખાય છે
હોટલનું ફર્નીચર ડાન્સ કરતું
ખુરશીઓ ટેબલ
ગ્લાસ વેઈટર ગ્રાહકો બ્રેડ કેશિયર અમૂલ
હુંફાળી
સ્તબ્ધતામાં ઊંડે ઉતરી જાય છે.
અંડ સંકોરીને
બેસેલી તું
જોતી ચમક બિલાડીની
આંખમાં ને
ગીલાસનું તેજસ્વીપણું
લીલાં મોજાંમાં
હાથ ઘાલતી
સપાટી પરનાં ખનીજ
એકત્ર કરવાને બદલે
મેળવે છે કરૂણા
ભીંગડા ઉગે છે એ
સપાટી નથી
જ્વાળાઓ ભીંગડા
જોવાનો ઇનકાર કરે છે.
માત્ર રાખ તાકી
રહે છે એમને ,છીંક ખાય છે ને જીવવાનું ચાલુ રાખે છે.
લોકો જે જીવવામાં
સામેલ છે એ તો ખરેખર મરી ગયેલાં છે
ને ઠંડાં પડી
ગયેલાં છે.
એ પ્રેમમાં પડે
છે ને શરીર-મન સાથે ગૂંથાઈ જાય છે.
તારી આંખો
જ્વાળાઓ છે ને તારો સ્પર્શ ક્રાન્તિદાયી
તું ચંદન લાકડું
છે ને છે બાવળની ઔષધ છે.
તું તલવાર છે ને
ગરદનથી ટપકતું રક્ત છે.
તું હાડ સાથે
ખેલનારી વીજળી ને પાણી છે
તારી ભીનીસુક્કી
આંગળીઓ
સ્પર્શે છે
સજીવને
નિર્જીવને ચરાચરને
ને પછી જો :
તારું નિસ્તેજપણું કેવો જાદુ કરી દે છે.
આંગળીનો એક
સ્પર્શ
ને પથ્થર થઇ જાય
છે
પ્લેટીનમ
ને તું ભૂલી જઈશ
તારી અકાળ હત્યા.
બ્લ્યુ કેનવાસ પર
વસ્ત્ર ખેંચી
કઢાયેલી જન્ઘાઓ ફોડી નખાયેલ વેદનાંકિત ષોડશી
ડુક્કર:એનું મોં
ખૂન ખૂન.
અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
No comments:
Post a Comment