Monday, May 13, 2013

ઘર છોડતાં: નામદેવ ઢસાળ





જ્યારે ઘર છોડીએ ત્યારે  બારણાં જેમ છે તેમ મૂકી જવાં જોઈએ.
અમે તારું  સફેદ લલાટ કુમકુમથી રંગી દીધું છે.
કહે હું તારી છું હું તારી છું
તું કેમ કંઈ બોલતી નથી કેમ તું કંઈ બોલતી નથી
જો અમે લઇ આવ્યાં છીએ નવીનકોર સ્લેટ અમારી સાથે
આપ જવાબ: જવાબ આપ કહું છું.
વેશ્યાઓ વધતી જાય છે :
પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ
પ્રશ્નાર્થ
ઝૂંપડપટ્ટીઓ વધતી જાય છે : પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ
પ્રશ્નાર્થ
ભૂખમરણ વધતાં જાય છે
પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ
ભિખારીઓ વધતા જાય છે: પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ
બેકાર વધતા જાય છે: પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ
સવાલો કેમ વધતા જાય છે વધતા જાય છે : સવાલ
કેમ ખરાબા : કેમ વધતા જાય છે ખરાબા
તું ચૂપ છે : તને ફક્ત ત્રણ મિનિટ આપવામાં આવે છે
બોલ
બોલ બોલ
બોલ બોલ બોલ
ઓ.કે. પીઠ ફેરવી લઈએ છીએ અત્યારે જ
અત્યારે જ અમે બની જઈએ છીએ કાતિલ
બારણાં પણ ઉપાડી જઈએ છીએ જતા રહીએ છીએ ત્યારે
ચલાવતા યુદ્ધ ટેન્કો તારી ઉપર
થૂ થૂ : હું ચડી બેસું છું તારી પર. થૂ ! થૂ!
આકાશ અમે.આકાશ અમે.

અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ
            


No comments:

Post a Comment