જ્યારે પાણીને નિરાશ કરવામાં આવે છે
ત્યારે જનમ-મરણનો
પ્રશ્ન ચરમસીમાએ.
ને લોકગીત સૂકાઈ
જાય છે પહોંચે છે
નજર સામે ઝાડ
ખાવા લાગે છે
પોતાનું જ ફળ,
જીભથી ચાટે છે અનાયાસ
ઈચ્છા ઉઠે છે
દેહમાં જે ઈચ્છે છે એને.
નિમિત્તમાત્ર
પાદ હલાવી શકે છે
પીપળો
ચૈતન્યનો કીડો
પેટમાં બેસીને
એના પ્રત્યે
દુર્લક્ષ્ય કેવીરીતે કરી શકાય?
તરસની આંગળીઓ ખરી
પડે છે જ્યારે
શરીરની કરૂણા
માગતો માણસ.
જમીન્મુખી પાત્ર
પહોળું કરે છે એનું જડબું
સુંદર તારા
ધર્માતીત
રાજકાજ
ઉપરવાસમાં એક
પાણી જ છે જે તમે
લઇ જાઓ.હેઠવાસમાં
,પાણી છે આપણા માટે.
વાહ વાહ વાહ વાહ!
પાણીને પણ
ચાતુર્વર્ણ્ય શીખવવામાં આવે છે
૧૮૮૧ના
કાયદાકાનૂનથી
તમારા ભૂતની સૂંઢ
અમારી સાથે ખેલે છે.
પાણીમાં હગેલું
પૂરેપૂરું અલોપ થઇ જતી નથી.
બેમિસાલ
આંધળાનો હાથ
અનાયાસ પડે છે ચૂતપર
પુષ્કળ ગીધ હશે
તમારે પક્ષે તૂટી પાડવા તૈયાર
પણ બચી ગયેલાં જે
સસ્તન છે તે તમારી ગોદડીની પરવા કરતાં નથી.
ને તેઓ મારે છે
નિર્મળ રાત્રિ અબાધિત
જે પણ વાસણમાં
મૂકો એને, કાટ નહીં લાગે .
ગમેતેમ વાપરો
એને, કલાઈ કરવાની જરૂર નહીં પડે.
તે તમારી પ્રસરી
ગયેલી દયાવાદી
ભૂલા નહીં પડી
જાય.
તે તમારાં રવિ
અને ખરીફ પાક ડરશે નહીં
તે તમારાં
સડેલપણાને તુંબડીમાં લાવે છે,
ઉઠાવે છે તોફાન
તમને શરમીંદા કરવા
એ ભૂલી જાય છે
એમની અલ્પસંખ્યક વસ્તી
વિસરીને જ્યારે
તેઓ આ કરે છે કેટકેટલાં ગામ
તમે બહિષ્કાર કરી
શકશો
તમારાં ગંધાતાં
નાકથી.
પાણીનું અંત:કરણ
છે મૂળગામી ને ઉદાર
એનો સ્પર્શ થતાં
જ
હજાર દુ:ખોના
પોપડા ખરી જાય છે
કઈ દિવાલ,
કેટકેટલી દિવાલ
તમે બાંધી શકશો
પાણીની આસપાસ?
કેવીરીતે તમે કેદ
કરી શકશો
ખળખળતા
પાણીનું રૂપ?
પાણી ક્યારેય
અટકતું નથી એક જ સ્ટેશને.
પાણીને જરૂર પડતી
નથી
એની હાજરીનો ટનનન
ઘંટ વગાડવાની
પાણી ગધેડાને
રડાવવા નથી
પાણીના દરવાજા
હોય છે ખુલ્લા
અલખ બ્રહ્મને
મિથ્યા ઠેરવતા
પાણી પાપપુણ્યની
આગળ વહી જાય છે.
જે જે પાણીની
વાટે જાય છે તે તે તેના
પાતાળમાં પહોંચી
જાય છે.
ભલભલાએ પણ
ખેલવા ન જોઈએ પાણી સાથે છક્કાપંજા
પેરૂમલ
કમિશન ને કતલની અસ્મિતા
કીલાવેલમાનીની
હોળીનો તાપ છે પાણીમાં
પાણી પાસે છે
હજારો હોળીઓની
તમે પાણીને
તમે પાણીનાં
જાતફળ શોધતા નહીં
પાણી હોય છે
સિધ્ધાર્થ સમાન,
પાણી હોય છે અશોકવૃક્ષ
સમાન,
પાણી હોય છે
તેજાબ જ.
“પાનીપાની
પાની બોલ તેરા
રંગ કૈસા.
બેટા , તેરી
આંખોં જૈસા .
પાનીપાની
પાની બોલ તેરા
રંગ કૈસા.
બેટી,તેરી પ્યાસ
જૈસા.”
તમે તમારી બહુમતી
બલાના સૂકવવા મૂકો ઝભ્ભા
કાંટાળી વાડ પર
ને પાણીને રસ્તો
આપો.
‘પાણી
આપો,બાઈ,પાણી આપો.
ધાર કરો , માઈ
સૂકાઈ ગયું છે
ગળું .
ઓ દાદા, ઓ પાટીલ,
હે ધનવાન, હે
દેવા,”
આગ,આગ,આગ
હટ તને વાંસડો
ઘાલું
હટ હટ બેટીચોદ
એ મૂઠમારુ,
હટ હટ આ પાણીને
રોકનારા .
“તૂ યહાંસે નિકલ,
જા મેરા ખૂન મત જલા.
મૈ તુજે ફાડ
ડાલૂંગા,દુનિયાકો જલા ડાલૂંગા
હટ હટ.”
નદીને હોય છે
જન્મસિદ્ધ અધિકાર પાણી પર
જ્યારે જ્યારે
આપણે પાણીમાં પગ મૂકીએ ત્યારેત્યારે.
ને એ પછી કોઈ
કહેતાં કોઈ ,અમારાસુદ્ધાં
નહીં રહે તરસ્યું
ને હણી નહીં શકે હીર પાણીનું.
પાણીને નાતજાતનો
રંગ આપનારા
તમારાં એકના એક
ઈશ્વરને થઇ જશે અફલાતૂન ઝાડા
ને તમે માગશો
પાણીની ભીખ
પાણી જેવું સુંદર
કર્તવ્ય નથી બીજા કોઈનું જગતમાં
પાણીની ખેંચ પડે
છે ત્યારે
તમે શર્ટની જેમ
શહેર બદલો છો
પાણી વિના જેમને
તરફડી મરવું પડે છે
એમણે શું બદલવું?
No comments:
Post a Comment