Thursday, May 9, 2013

રિડલ્સની કવિતા: મંગેશ બનસોડ




રિડલ્સ ઇન..વગેરે વગેરેના મોરચામાં
સામે જ ઊભો રહીને
હું નારાઓમાં
અહીંની સમસ્ત વ્યવસ્થાની
માબહેન કરતી વેળા
દૂર ક્યાંક ઘરની ગેલેરીમાં ઉભેલી
તારા નિર્વિકાર હોઠ પર  તો
એ ડૉ.આંબેડકરના વિચારનો છે
એટલે એ આપણા ભગવાનને
ગાળો દઈ રહ્યો છે.
એવા શબ્દો આવ્યાં.
પ્રિયે, મારી વેદનાની શૂળ
હજી તારા ગર્ભમાં ઉઠવી બાકી છે.
શમ્બૂકની આર્ત ચીસ
મારા દિમાગને છિન્નભિન્ન કરી મૂકે છે
ને વાલીનું રક્ત મારી આંખોથી સરી રહ્યું છે.
આવી વેળા મોરચામાં હું થાકી ગયો છું
એમ ન સમજતી,
મારે ન જોઈએ કોઈ દિલાસો
એટલે તારા સોફિસ્ટીકેટેડ હોઠના મૃદુ શબ્દ
મારે મારો મોરચો વધારે ઊંડે લઇ જવો છે.
ને અહીનો ઇતિહાસ ઉત્ખનનમાંથી બહાર કાઢવો છે.
તો ફરી કહું છું
મારા મોરચાના પાછા વળવાની રાહ ન જોતી.
હું અહીંની સંસ્કૃતિ પર પરંપરા પર, વ્યવસ્થા પર
સામી છાતીએ
કચકચાવીને પ્રહાર કરીને આગળ વધુ છું.
ગુડ બાય પ્રિયે, ગુડ બાય !!!



અનુવાદસહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ  

No comments:

Post a Comment