કીડીઓ
ચડે તો ખંજવાળ બહુ આવે
એટલે
કલા કરી.
એઇડ્ઝનો
ડર ને શરમ એટલે
સરેરાશ
સંભોગ ટાળ્યો.
વસૂલાત
કરનારા વ્યાજ માગે
એટલે
કરજ ન કર્યું.
જ્યાં
જ્યાં ગયો ત્યાં ત્યાં નકાર પચાવવો પડ્યો.
સરનેઈમથી
લોકોએ જાત પારખી
કાસ્ટ
સર્ટિફીકેટથી કન્ફર્મ કરી.
નકામી
વ્યવસ્થાએ નોકરી નકારી દીધી.
કેલીબરનો
વળી ગયો કચ્ચરઘાણ
આસપાસની
સો કોલ્ડ ઇન્ટલેક્ચ્યુઆલીટીને
ખંજવાળી
ખંજવાળીને ભૂક્કો કરી દીધી.
યશ-અપયશની
કેટલી પગદંડીઓ
ચડ્યો
ને ઉતર્યો.
હવે..
લાગવગ
નથી, તો નોકરી નથી.
નોકરી
નથી તો છોકરી નથી.
છોકરી
નથી તો લગ્ન નથી
લગ્ન
નથી તો ભોગ નથી
ભોગ નથી
તો માનસિક વિકૃતિના જાળાં
એમ જ..
ફેલાતાં
જશે આખા શરીરમાં
અંદર
અને બહાર.
મધ્યમવર્ગીયની
જેમ જ.
ગૂંગળામણ
કાયમ એવી જ રહેશે.
જ્યારે
જે મળવું જોઈતું હતું ત્યારે એ ક્યારેય મળ્યું નહિ સમયસર.
લોકલાજે
ચહેરો સતત હસતો રાખો.
હસીહસીને
પોતાની પર જ હસી લીધું પેટ ભરીને.
ભટકી
ભટકીને ભટકી લીધો રસ્તો.
પ્રતિષ્ઠાનો
નન્દીબેલ
લટકતો જ
રહેશે આખા શરીરમાં.
જશ મળે
ત્યારે ખરો
મોટો
થઈશ ત્યારે ખરો .
પણ
અત્યારે સડી રહેલા આ વર્તમાનનું શું કરું?
ને,
કયા ભવિષ્યની હું આશા રાખું?
અનુવાદસહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ
મંગેશ બનસોડ
જન્મ ૭ એપ્રિલ,૧૯૭૨.
એમ.એ.બી.એડ.’તમાશા
રંગભૂમિ’ પર યુ.જી.સી.સંશોધન.દૂરદર્શન અને ચિત્રપટ માટે સહાયક
તેમ જ સ્વતંત્ર દિગ્દર્શન.. એક કવિતા સંગ્રહ.
બનસોડ નવી પેઢીના કવિ છે. નવાં દુ:ખ , નવી
આકાંક્ષા , નવું આહ્વાન એમની કવિતામાં છે તો વળી
આગલી પેઢીના દુઃખ સાથે
સંધાન પણ છે.
No comments:
Post a Comment