એક દિવસ એવો સૂરજ જ ઉગે છે
કે એની આંખો વરસતી જ રહે.
ઘરના ચુલા બહેરા થઇ જાય
લાલચોળ અંગારા રાખ તળે ઠંડા થઇ જાય.
ને ગોદડીએ પીઠ સાથે ચોંટી ગયેલું પેટ ઢાંક્યું છે
અંધકારે એને ઢબૂરી દીધું છે..
કલબલાટ કરનારા જીવોની ભાષા
આંખોમાંથી વહેવા લાગે છે.
શિશુઓની આંખે પિયા બાઝી જાય છે
વાત્સલ્ય પીસાઈ પીસાઈને કૂચો થઇ જાય છે.
ને ખૂણાની ઝૂંપડીનો પડછાયો પણ
આકાશ સાથે ફસકી પડે છે.
અનુવાદ સહાય:
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment