Saturday, May 11, 2013

જાતિ:વામન નિમ્બાળકર





જ્યારે મને સાંધાનીય સૂઝ નહોતી પડતી  
ત્યારે પણ હું જાણતો હતો કે મારી જાતિ નીચી.
પાટિલે મારા બાપને લાત મારેલી
મારી માને ગાળ દીધી હતી.
એમણે માથુંય ઊંચું કર્યું નહોતું.
પણ મને વાગી ગઈ દિલમાં આ જાતિ.
જ્યારે હું નિશાળનાં પગથિયાં ચડ્યો
ત્યારે પણ હું જાણતો હતો કે મારી જાતિ નીચી.
મને બહાર બેસાડતા, બીજાં બધાં અંદર.
મારી ચામડી થથરી ઊઠતી ઓચિંતી નાના નાના કાંટાથી .
મારી આંખો આંસુ રોકી શક્તિ નહોતી.

જ્યારે એ ગાળો ભાંડે આપણા હોઠ હસતા હોવા જોઈએ.
મને કશું સમજાતું નથી.
મેં આ સાંભળ્યું, હું આ શીખ્યો.
હું બન્યો માણસ જેવો માણસ.
હજુ પણ મને ખબર નથી.
જાતિ શું છે? જાતિ કેમ છે?
જો એ જોઈ શકાતી ન હોય તો પછી
એ શરીરની અંદર રહે છે?
બધાં પ્રશ્નો ધૂમાડાની જેમ  ગોટાય છે
ને વિચારની વાટ  હલબલ થાય છે.
પરંતુ જ્યારે મને સાંધાનીય સૂઝ નહોતી પડતી  
ત્યારે પણ હું જાણતો હતો કે મારી જાતિ નીચી.

અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ


No comments:

Post a Comment