મેં કદી જોયાં નથી
જેતવનમાં
ધ્યાનમગ્ન
પદ્માસને
કે અજન્તા-ઈલોરાની ગુફાઓમાં
પથ્થર હોઠ સીવાયેલા
હું જોઉં છું તમને ચાલતા બોલતા
મૃદુ શ્વસતા,
માંદાને સાજા કરતા
દરિદ્ર દુર્બળની
ઝૂંપડીએ ઝૂંપડીએ
જીવનને નષ્ટ કરતા અંધકારમાં.
હાથમાં મશાલ
ચેપી રોગની જેમ
લોહી ચૂસી લેતી પીડાને
આપતા નવો અર્થ.
પદ્મશ્રી દયા પવાર:
જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૯૩૫, મૃત્યુ
૨૦ સપ્ટેમ્બર ૧૯૯૬
પૂરું નામ :દગડૂ મારુતી પવાર . દલિત
સાહીત્યકારોની પહેલી પેઢીએ વેઠેલ દુઃખ, ગરીબી દયા પવારે વેઠેલા. ‘કોંડવાડા’એ એમનો
કાવ્ય સંગ્રહ.મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ સાહિત્ય માટે નો પુરસ્કાર , અમેરિકન
સરકારની ફોર્ડ ફાઉન્ડેશન સ્કોલરશીપ મળ્યાં.
હૃદય હલબલાવી મૂકે એવી કાવ્યાત્મક સંવેદનશીલતા
દયા પવારની કવિતાની વિશિષ્ઠતા છે.
અનુવાદ સહાય:
ડૉ.રચના પોળ
No comments:
Post a Comment