Saturday, May 11, 2013

અમે એમનાં વાલેશરી હતાં:અર્જુન ડાંગળે













ગળામાં કુલડી ગળે  
ને પૂંઠે ઝાંખરું.
જ્યારે અમે
માબાપ જોહાર,માબાપ
કરતા સાદ પાડતા
ઉપલી શેરીઓમાં,
કાગડા અમારા શત્રુવત હતા
કારણ અમે અમારાં થૂંક-લીંટ પણ
ક્યારેય એમને આપતા નહીં.
ઉપલી શેરીનાં મરેલાં ઢોર
 ખેંચતાં,
ઊભાં ચીરતાં,
ચામડું કમાતાં,
ને ભોથાંના ભાગ પાડી લેતાં,
ત્યારે અમે એમનાં વાલેશરી હતાં.
અમે જંગ લડતા
શિયાળવાં-કૂતરાં-ગીધડાં,સમડી  સાથે
કેમકે અમે એમનું ભક્ષ્ય ખાઈ જતાં.

પરંતુ આજે દેખાય છે આમૂલાગ્ર પરિવર્તન
કાગડા-શિયાળવાં,કૂતરાં ,ગીધડાં, સમડીઓ
અમારાં પરમ મિત્ર થઇ ગયાં છે..
ઉપલી શેરીનાં  બારણાં
અમારાં શત્રુ થઇ ગયાં છે.  
ક્રાંતિ ઝીંદાબાદ!
ઝીંદાબાદ!
પરંપરા પર પ્રહાર કરનારને
જલાવી દો , જલાવી દો!


અનુવાદ સહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ 


અર્જુન ડાંગળે
જન્મ:૧૫ જૂન,૧૯૪૫
છાવણી હલતે આહેકાવ્યસંગ્રહ .દલિત પેન્થરના સ્થાપકોમાંના એક. દલિત સાહિત્ય સંસદસંસ્થા સાથે ઘનીષ્ટ સંકળાયેલા છે.સીમાસ્તંભસમા ’Poisoned Bread: Translations from Modern Marathi Dalit Literature’  નામના ઓરિયેન્ટ લોન્ગમેન દ્વારા પ્રકાશિત અંગ્રેજી અનુવાદસંચયના સંપાદક તરીકે જાણીતા છે. રાજકારણ, સમાજકારણ અને સાહિત્ય સાથે સતત સંકળાયેલા છે.


No comments:

Post a Comment