એમની પીઠ સૂરજ
ભણી કરી સદીઓથી એ સફર કરતાં રહ્યાં.
હવે, હવે આપણે
અંધકારના યાત્રિક થવાનો ઇનકાર કરવો જોઈએ.
આપણો બાપ વાંકો
વળી ગયો છે
ઊંચકી ઊંચકીને
અંધકાર . હવે, હવે આપણે
એની પીઠ પરથી એ
બોજ ઉઠાવી લેવો પડશે.
આપણે રેડ્યું
હતું ખૂન આ ભવ્ય શહેર કાજે
ને આપણને મળ્યું
એ હતો
અધિકાર પથરા
ખાવાનો.
હવે,હવે આપણે
ગગનચુંબી ઈમારતો
ઉડાવી દેવી પડશે
વિસ્ફોટ કરી.
હજારો વરસ પછી
આપણને આશિષ મળી છે
સૂર્યમુખી આપનાર
ફકીરની.
હવે,હવે આપણે સૂર્યમુખીની
જેમ આપણા ચહેરા ફેરવવા પડશે
સૂર્યોન્મુખ.
અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
No comments:
Post a Comment