એ જ છે આ ગળું જે ક્રાંતિના નારા લગાવે છે
જે ગળામાં કુલડી લટકાવવામાં આવી હતી.
એ જ છે મારા હાથ, આજ જવાબ
આપવા અધીર,
જે હતા ફક્ત વૈતરાં કરવા, કહેવા
જી હજૂર!
એ જ છે મારા પગ , પડી
રહ્યાં છે પગલાં જેનાં આજે ઇતિહાસપાને,
હાથમાં જેના પકડાવી દીધું હતું ઝાડૂ.
એ જ છે મારું મસ્તક , અક્ક્કલ
ફૂટી છે આજ,
જે ઉઠાવી રહ્યું હતું કાયમ તમારી વેઠનો બોજ
.
એ જ છે મારું મન,સ્વાભિમાને
બળબળતું
જે તમે છાંડેલું અન્ન ખાઈ ખાઈ મરી ગયેલું.
એ જ છે મારી આંખો,તણખા
ઝરતી.
ઝૂકી ઝૂકી જે રહેતી પહેલાં, તમ
ઓશિયાળી .
ડૉ.મોહિત શોલાપુરકર
રવિચંદ્ર હડસનકર
‘કલાવાદ
ને જીવનવાદની તાત્વિકચર્ચામાં સચેત થયેલી તરૂણ પેઢીમાં રવિચંદ્ર હડસનકર એક
છે જેમને આરંભે જ સામાજિક પ્રતિબદ્ધતા સ્વીકારી છે.’ ઈ.સ.૧૯૭૮મા
વિદ્રોહી કવિતામાં પરિચય આપતાં પ્રો.કેશવ મેશ્રામ આમ કહે છે.
‘ઠીણગી,દેણગી’કવિતાસંગ્રહ
અને ‘દાવણ’ નવલિકાસંગ્રહો.હમણાં મરાઠીના પ્રાધ્યાપક પદેથી
નિવૃત્ત
તાજેતરમાં
અનુવાદ સહાય કરનાર ડૉ.મોહિત શોલાપુરકરે એમની રૂબરૂ મુલાકાત એમના વતન નાંદેડ ખાતે
લીધી ખાતી ત્યારે એમને આ કવિતાનું પઠન કર્યું હતું.
No comments:
Post a Comment