નહીં મળતી હોય એમને મારાં ગીતમહીં
એમની જ
ભાષામાં કહીએ તો
વર્તુળબદ્ધ
અનુભવનો કલાત્મક આવિષ્કાર.
મારાં
ગીતને નથી સંબંધ
કલાકૃતિના
ઘાટ પર
એમણે
નિર્ધારિત કરેલા માપદંડોથી.
મારું
ગીત
અમૂર્ત,
પ્રગલ્ભ,
ચિંતનશીલતા
કે
પર્યાયથી.
મને
નહીં આવડે પરિપક્વ ગાતાં.
એમ તો
એમને કોઈ લેવાદેવા નથી
હું
મારે જ સૂરે ગાતો રહીશ , એમને શું?
એ તો
જીવી રહ્યા છે સાહિત્યનો ઇતિહાસ લખવા.
હું
જીવું છું, યુગનો ઇતિહાસ લખવા.
અનુવાદ સહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ
No comments:
Post a Comment