Thursday, May 9, 2013

ઓડીટ:પ્રહલાદ ચેંદવણકર




તમારા પગ તળે કચડાતા
અમારા શ્વાસ રૂંધાય છે
હજી.
ગામ બહાર ઉકરડે .
દેવું તમારું કેટલું છે?
બતાવો અમને અમારો હિસાબ-કિતાબ.
ઇતિહાસના વારસદાર
પૂછી રહ્યા છે, જવાબ આપો.

મહાત્મા ફૂલે-આંબેડકરે
તમારા એકાઉન્ટ્સ ઓડીટ કરેલા છે.
ચોપડાના પાનેપાને ફ્રોડસ
એકેએક ડિટેક્ટ કર્યા છે.
જનરલ એન્ટ્રીઝ કેટલી કરવાની બાકી છે?
ઓડીટ રીપોર્ટઝ પ્રસ્તુત કરી દીધો છે.
તમારું બસ, એક જ ગાણું છે
પહેરો જનોઈ, નીકળી પડો પેડગાંવ .

ગયા જન્મના હવડ સ્ટેમ્પ્સ
ક્યારનાય આઉટડેટેડ થઇ ચૂક્યા છે.
તમારા કપાળનો ચાંલ્લો તો
એ પહેલાં જ બોયકોટ થઇ ચૂક્યો છે.

હજીયે તક છે
ભૂલચૂક ભૂલી જઈએ.
તમારી વાતોનાં એક્સેસ બેલેન્સ
રિટર્ન ઓફ કરી દઈશું.

તમે ફક્ત આટલું જ કરો,
માણસની રીતે ચાલો.
ને જો એ શક્ય ન હોય તો
દેવાળું ફૂંકો. 



અનુવાદસહાય
ડો.મોહિત શરદ શોલાપુરકર

પ્રહલાદ ચેંદવણકર

જન્મ:૧૫ જુલાઈ ૧૯૩૭, મૃત્યુ :૧૬ જુલાઈ, ૨૦૦૩
મુંબઈ યુનિવર્સીટીની બી.કોમ. પદવી પ્રાપ્ત કર્યા પછી કથા, કવિતા,સમીક્ષા એવાં તમામ સાહિત્યક્ષેત્રે
વિપુલ લેખન .તેમના ઓડીટકાવ્યસંગ્રહને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ,પૂનાનું સ.હ.ગોખલે પારિતોષિક 
મળ્યું.ઓર્ડર,ઓર્ડરએમનો બીજો કાવ્યસંગ્રહ. તેને ૧૯૮૪નો કેશવસુત પુરસ્કાર મળ્યો હતો. ટાચએમની 
આત્મકથા છે.૧૯૯૧ના રાષ્ટ્રીય બહુભાષી કવિસમ્મેલનમાં એમણે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મી 
આંબેડકર શોધીત આહેએ પુસ્તક પ્રકાશન થશે.



No comments:

Post a Comment