Saturday, May 11, 2013

એનું ઘોડિયું મૂકવા માટે: ત્ર્યંબક સપકાળે




પરમેશ્વર તું રહ્યો
નામનો જ ધણી
કંકુનો જ માલિક
બુઢ્ઢો ધણી
ખાલી ગમ્મત માટે હોય તેવો.
તારી સમક્ષ માણસાઈ પર
કર્યાં બળાત્કાર
તારું થૂંક ઝીલનારાઓએ .
તો પણ તું બાયલો જ છે
તારે પણ છે  લિંગ
પુરુષાતનનું પાણી નથી.
તું થાય છે મોહિની
ત્યારે પણ હોય છે આ  અનવોન્ટેડ ફ્લેશ?
અમે  ગોડમેકર,
તને આપીએ છીએ  નોટિસ
નેગ્લીજીયંસ ઓફ ડ્યુટીની
યોર સર્વિસ ઇઝ નોટ રીક્વાયરડ .
લાલ લાલ કિરણો પ્રસરી રહ્યાં છે
ઉગતા સૂર્યનાં
અડધા  જગત પર.
તારા કાનમાં કહું છું :
કાલે  જન્મેલા બાળકનો
ધૂમધામથી નામકરણ વિધિ થવાનો છે  
ખાલી કર જગ્યા તારી
એનું  ઘોડિયું મૂકવા માટે.

અનુવાદ સહાય
ડૉ.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment