જેઓ
વિદેશ ચાલ્યા જાય છે
બીજી
ભાષા અપનાવી લે છે,
અજાણ્યા
પોષાક પરિધાન કરી લે છેને ભૂલી જાય છે આ દેશને
-એમને સલામ.
ને
જેઓ ભૂલી જતા નથી
સદીઓ
લગી માર ખાધા પછી પણ
બદલાતા
નથી એવા દંભીઓને હું પૂછું છું :
જો
કોઈ તમને પૂછે તો તમે શું કહેશો?
- અસ્પૃશ્યતા શું છે?
- એ ઈશ્વર જેવી સનાતન છે?
- અસ્પૃશ્ય કેવો હોય?
- એ કેવો હોય, લેપ્રસીની પ્રતિકૃતિ જેવો હોય?
- કે પયગમ્બરના દુશ્મન જેવો?
- એ અપ્રમાણિક
, ચરિત્રહીન, પાપી કે નાસ્તિક જેવો દેખાય છે?
તમે શું જવાબ આપશો?
સહેજ પણ અચકાયા વગર કહી શકશો-
‘અસ્પૃશ્ય એટલે હું?’
એટલે જ કહું છું-
જેમણે આ દેશમાં જનમ લેવાની ભૂલ કરી છે
એમણે હવે ભૂલ સુધારી લેવી જોઈએ.
આ દેશ છોડી દેવો જોઈએ
કે પછી યુદ્ધ આદરવું જોઈએ!
જન્મ:૧૭ જુલાઈ,વિહિતગાંવ, જી.નાસિક
મૃત્યુ:૨૬ માર્ચ ૨૦૦૮
કવિ, વાર્તાકાર
‘जेव्हा मी जात चोरली’ ‘જ્યારે મેં જાત છૂપાવી’,(૧૯૬૩ ) ‘मरण स्वस्त होत आहे’ ‘મરણ સસ્તું થઇ રહ્યું છે.’ (૧૯૬૯) , सूड ("Sud" (सूड) (1970), दलित साहित्य आजचे क्रांतिविज्ञान, आंबेडकर भारत
વિજય આપ્ટે દ્વારા ‘जेव्हा मी जात चोरली’ પરથી ફિલ્મ .
આ મરાઠી લેખકનું નવલિકાક્ષેત્રે પ્રદાન દલિત
સાહિત્યનુ પાયારૂપ પ્રદાન ગણાય છે. અખિલ ભારતીય નવલિકાના સંચયોમાં
એમની ‘મા’
અને ‘મરણ સસ્તું થઇ રહ્યું છે’સમાવેશ પામી છે.
૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારનો ‘હરિનારાયણ આપ્ટે પુરસ્કાર’
યશવંતરાવ ચવાણ ઓપન યુનિવર્સીટી દ્વારા નવોદિત
નવલિકાલેખન માટે ‘બાબુરાવ
બાગુલ ગૌરવ પુરસ્કાર’ આપવામાં આવે છે.
You who have Made the Mistake
Those who leave for foreign lands,
Embrace other tongue, dress in alien garb
And forget this country
-them I salute.
And those who do not forget,
And don’t change even after being beaten up for centuries
-such hypocrites I ask:
What will you say if someone asked you-
What is untouchability?
Is it eternal like god?
What’s an untouchable like? What does he look like?
Does he look like the very image of leprosy?
Or like the prophet’s enemy?
Does he look like a heretic, a sinner, a profligate, or an
atheist?
Tell me,
What will your answer be?
Will you reply without hesitation:
‘Untouchable- that’s me?’
That’s why I say-
You who have made the mistake of being born in this country
must now rectify it: either leave the country,
or make war!
Translated by Vilas
Sarang
(Poisoned Bread: Ed.Arjun
Dangle)
No comments:
Post a Comment