Monday, May 13, 2013

બોધિવૃક્ષ: દામોદર મોરે














આ ભયંકર રાતના અરણ્યમાં
ક્યાં થયો હશે મારો જન્મ?
ઊંચાં ને ઊંચાં ઘટાદાર વુક્ષો
કેમ આવવા નથી દેતાં 
પ્રકાશકિરણોને મારી તરફ?
કેમ આપે છે મને એ જંગલી અવાજ ધમકી
ને આ હિંસ્ર ચોપગાંનાં ટોળેટોળાં  કેમ ચડી આવે રહ્યા છે મારા દેહ પર
ને એમના તરસ્યા દાંત ને ઝેરી નહોરથી  શું કામ કરી મૂકે છે મને લોહીલુહાણ?
અસહ્ય થઇ ગઈ છે મને
આ  જીવલેણ મૃત્યુ વેળાની પીડા.
એટલે જ મેં કાઢી છે મારી પુરાણી છરી
જે હું વાપરતો મરેલાં ઢોર ચીરવા.
એ છરી હું ઘસીઘસીને ધાર કાઢી રહ્યો  છું
મન પર પથ્થરબોજ  રાખી,  ,કઠોર લાગણી સાથે
પરંતુ આ નિર્ણાયક ઘડીએ
કેમ " ના! ના!" કહે છે આ બોધિવૃક્ષ !


અનુવાદસહાય:
ડૉ.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment