હું આવ્યો છું
એનો મતલબ
તમારી રક્તવાહિનીઓમાંથી ટપકી રહ્યું છે
મારા વિષે વિટાળ.*
બાવળના કાંટા જેવી
તમારી અણીદાર નજરો
હું જોઈ શકતો નથી.
લોહીથી લથપથ હું.
પ્રહાર થાય ત્યારે કાચબો પીઠની ભીતર સંકોરી લે છે માથું
એમ હું મને મારી અંદર સમેટી લઉં છું.
તમારી આંખોમાં સળગતા પાશવીપણાને જોઈ રહું છું.
જનાવરની જેમ માણસ પાશવી થઇ શકે છે.
નાની બેને શીખવ્યું છે
આ કાંટા
ઉઝરડા
ત્યારે તો મને લાગવા માંડ્યું કે
પાશવી માણસે જ માણસને
મીઠાના પાણીમાં ઉકાળીને ચાવી જવા જોઈએ ફટાફટ
જેમ બકરા ચાવી ખાય
છે એમ જ કોઈ મુશ્કેલી વિના.
માણસે પાશવી માણસોનો શિકાર કરવો જ જોઈએ
માણસની માનવતાનો શિકાર ન થઇ જાય એ કાજે.
* અલગ રાખવું દા.ત.રજસ્વલાને
અનુવાદસહાય:
ડૉ. મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment